એમ. એન્ડ પી. હાઇસ્કુલ
દાહોદ
M & P High School | Schoolhistory1

શાળાનો ઈતિહાસ ભાગ-૨

આ સમયે સંસ્થાના ત્રીજા જનરલ સેક્રેટરી શ્રી તાહેરભાઈ શેખ મહંમદહુસેન ચલ્લાવાલાની વરણી કરવામાં આવી તેમણે સોસાયટીને ૧૯૭૯ સુધી ઉત્તમ અને ભૂલી ન શકાય એવી સેવાઓ આપી ૧૯૭૯ માં જ ચોથા જનરલ સેક્રેટરી તરીકે શ્રી હા.મુ. નુરૂદ્દીનભાઈ નઝરઅલી જાંબુઘોડાવાલાની નિમણૂક કરવામાં આવી તેઓએ પણ તમામ પ્રકારની સેવાઓ સોસાયટીને પ્રદાન કરી ટૂંકાગાળામાં એટલે કે ૧૯૮૦ માં પાંચમાં જનરલ સેક્રેટરી તરીકે શ્રી અસગરભાઈ શેખ મહંમદહુસેનભાઈ ઉચવાણીયાવાલાની વરણી કરવામાં આવી સંસ્થાને સમૃધ્ધતા આપવામાં તેઓશ્રીનો સિહંફાળો રહેલો છે જે ખરેખર વંદનીય છે.

ધોરણ ૧૧ ના વર્ગની શરૂઆત વખતે વિદ્યાર્થી સંખ્યા ૪૫૦ ની હતી એમા ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો જેની સાથે સાથે સભ્યોથી છાની ન રહી અને એમના મક્કમ નિર્ધાર કુદરતી સહાય અને અન્ય હિતેચ્છુઓની પ્રાર્થના પ્રયત્નોથી એ વખતની પ્રવર્તમાન ગુજરાત સરકારે માંગણીઓને ધ્યાનમાં લઈ સદર માધ્યમિક શાળા માટે ૬૪૭૫  ચોરસ મિટર રેવન્યુ ફી ગ્રાન્ટ જમીન આપવાની જાહેરાત કરી જે અમારી બધાની મુંઝવણોને પુર્ણવિરામ આપી પ્રગતિની નવી દિશા બતાવનાર હતી. ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના પવિત્ર અને કોમળ કરારવિંદથી એમ. એન્ડ.પી. હાઈસ્કૂલના નવા ભવનનો પાયો નાખવામાં આવ્યો સોસાયટી સભ્યોની સતત દેખરેખ હેઠળ આ સંસ્થાનું ભવન આકાર પામતું ગયું અને ઈ.સ.૧૯૭૩ માં ડો. સૈયદના સાહેબની દુઆથી અલાયદા ભવનમાં ધોરણ ૮ થી ૧૧ ના વર્ગોવાળી શાળાની શરૂઆત કરવામાં આવી.

મિત્રો ! સમુદ્ર મિલન માટે ઉત્સુક સરિતાને રસ્તામાં જેટલા નાના પ્રવાહો મળે છે તેનું પોતાનું સ્વરૂપ વિશાળ બને છે અને સોહામણું લાગે છે જે અંતમાં સાગરસમ બની જાય છે તેમ અમારી આ સંસ્થાએ શિક્ષણના ૭૫ વર્ષ પુર્ણ કર્યા. ખબર પણ ન પડી આટલા લાંબા સમય અને કાળ થપાટોમાં સંસ્થાનો પાયો મજબૂતાઈ મેળવી ચૂકયો હતો અન્ય શિક્ષણ સંસ્થાઓથી કેટલીય આગળ નીકળી ચુકી હતી અમારી આ સંસ્થા. સંસ્થામાં કાર્યરત તમામ જીવંત એકમોના સહકારથી સંસ્થા અવનવા શિખરો સર કરવા લાગી હતી જે તેના ઈતિહાસમાં એક - એક નવા પાન ઉમેરતા રહ્યા વિકાસના આ પંથે પ્રયાણ કરતા સોસાયટીના સભ્યોએ ઘણી આર્થિક મુશ્કેલીઓ સહન કરી. આ ઉપરાંત અન્ય મૂંઝવણો પણ ઊભી થઈ પણ તેમણે આ ભગિરથ કાર્યને સદાય જીવંત રાખ્યુ અને એક મસિહા બની હંમેશ તેના વિકાસમાં પોતાના જીવનને ખર્ચી નાખ્યું.

દોસ્તો ! ડૂબતાને એક તણખલું પણ મળી જાય તો પોતે જીંદગી જીવવામાં ભળી જશે એમ વિચારતો હોય છે એમ આવા કપરા અને મુશકેલીના સમયમાં અમને દાતાઓનો સહકાર મળી રહેતો હોવાથી અમારી સંસ્થાના વિકાસઆણી મંડળીમાં નવા પ્રાણનો દોરી સંચાર શરૂ થયો નવા વિચારોની શરૂઆત થઈ આ અરસામાંજ એક નવા શુભ સમાચારા ગુજરાત માધ્યમિક બોર્ડના નામથી જાહેર થયા જે અનુસાર ધો. ૧૧ ના એસ.એસ.સી. પરીક્ષામાં ફેરફાર કરી ૧૯૭૬ થી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ સંસ્થામાં શરૂ કરવામાં આવ્યા ૧૯૭૭ થી સંસ્થામાં વાણિજ્ય અને વિજ્ઞાનપ્રવાહની શરૂઆત કરવામાં આવી બન્ને પ્રવાહના એક એક વર્ગો હતા. સંસ્થાનો શૈક્ષણિક પ્રવાહ પરિવાર અનુભવી પ્રેમાળ અને ખંતીલો હતો જેના પરિણામ સ્વરૂપ વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધવા લાગી સંસ્થા પોતાનું અસલી  કલેવર ધારણ કરી રહી હતી તે એક નવયૌવનાની જેમ દૈદિપ્યમાન બની ચુકી હતી પણ હાય રે નસીબ ! વિજ્ઞાનપ્રવાહના વર્ગમાં સંખ્યાના પ્રમાણમા પૂરતા વિદ્યાર્થીઓ ઉપલબ્ધ ન થતા ૧૯૭૮માં વિજ્ઞાનપ્રવાહ બંધ કરવામાં આવ્યો પણ આનાથી સંસ્થાના સેવાર્થીઓ અને સભ્યો નિરાશ ન થાય તેમણે મનોમંથન કરી પોતાના પક્ષની કચાશ ખોળવી શરૂ કરી.

આ સમયે સંસ્થાના પ્રથમ વડા તરીકે અનુભવી અને કૃશાગ્રબુધ્ધિવાળા શ્રી ભાભરાવાલા ઝકીયુદ્દીન અલીહુસેનભાઈ સેવા આપી રહયા હતા તેમની રાહબરી હેઠળ સંસ્થાના અન્ય કર્મીઓ પોતાના તન મનથી નિષ્ઠાપુર્વક પોતાની ફરજ બજાવી રહ્યા હતા તેમના આ પ્રયત્નોએ સંસ્થાને ઘણા ઘણા ન ભૂલાય એવા યશ આપાવ્યા ઈ.સ. ૧૯૮૨ માં આ સંસ્થાને સેન્ટ્રલ વકફ કાઉન્સીલ ન્યુ દિલ્હી તરફથી “બેસ્ટ મુસ્લીમ સ્કૂલ ઓફ ધ ગુજરાત સ્ટેટ” તરીકે એવોર્ડ અને ૨૫૦૦/- રૂ।. રોકડા મળેલ. આ સિધ્ધિ સંચાલક મંડળ અને કુશળ આચાર્ય અને સંસ્થાના અન્ય જીવંત એકમોની મહેનત અને ફરજ નિષ્ઠા બતાવે છે પ્રગતિને આ સંસ્થાને પોતાના મુદ્રાલેખ તરીકે સ્વીકાર કર્યો તે વિસામો લે ખરી ? પણ ફરી પાછું થોડું નસીબ વાંકુ થયુ નાદુરસ્ત તબિયતના કારણે સંસ્થાના પ્રથમ વડાએ તા. ૩૦/૬/૧૯૮૬ ના રોજ સ્વૈચ્છિક નિવૃતિ લીધી પછી આ સંસ્થાના બીજા વડા તરીકે શ્રી વ્હોરા ઝકીયુદ્દીન કુરબાનહુસેનને તા. ૧/૮/૧૯૮૬ થી નીમવામાં આવ્યા તેઓ પણ ઉત્સાહી અને કર્તવ્યપારાયણ હતા પણ નિપુણ હોવા છતા લખાયેલા ભાગ્યને કોણ મિથ્યા કરી શકે બદલી શકે ? બીજા વડાને પોતાના વતન છોટાઉદેપુર જવાનું થતા સંસ્થા ફરી પાછી આ પ્રશ્નનાં કાયમી ઉકેલની શોધમાં હતા પણ પ્રવર્તમાન સમયને ધ્યાનમાં લઈ સંસ્થામાંજ ફરજ બજાવતા શ્રી જીવનજીભાઈ કાલાભાઈ ઢીલાવાલાને જેઓના ૧૯૬૪ ની સાલથી સંસ્થા પ્રત્યેના પ્રેમ, નિષ્ઠા અને ખંત જોઈ તા. ૧/૯/૧૯૯૧ ના રોજ સંસ્થાની બાગદોર તેમના હાથમાં સોંપવામાં આવી તેમણે સંસ્થાના વિકાસ માટે તેમનામાં સોસાયટીના સભ્યોએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરી બતાવ્યો પણ આ સથવારો બહું લાંબો સમય ચાલે તેમ ન હતો આ સમયમાં આ સંસ્થાની જનની એવી સોસાયટીના જનરલ સેક્રેટરી તરીકે ૧૯૯૧ થી ઉત્સાહી અને અભ્યાસુ શ્રી શેખ નજમુદ્દીનભાઈ હા. અબ્દેઅલી ગાંગરડીવાલા પોતાની સેવાઓ આપી રહ્યા હતા. આ સમયમાં જ ફરજીયાત વયનિવૃત્તિના કારણે સંસ્થાના ત્રીજા વડા શ્રી એ તા. ૩૧/૧૦/૧૯૯૮ ના રોજ શાલેય સેવાઓ પૂર્ણ કરી ફરી પાછી સંસ્થાના સભ્યોએ આત્મમંથન અને શોધ શરૂ કરી અને નક્કી  કર્યુ કે આ પ્રશ્નનો કાયમી ઉકેલ એજ આપણી અને સંસ્થાની  પ્રગતિ કરી શકશે જોગાનુજોગ આ સોસાયટી સંચાલિત બુરહાની ઈગ્લીશ માધ્યમની શાળામાં તા. ૧૦/૧૨/૧૯૯૦ ના દિવસથી લુણાવાડા તાલુકાના પાનમપાલ્લા ગામના વતની અને શિક્ષણ જીવના સંતાન અને સનિષ્ઠ સેવા પરાયણ શ્રી પટેલ દિલિપકુમાર કાન્તિલાલ ને આ માધ્યમિક શાળાના પ્રથમવડા તરીકે તા. ૫/૧૦/૧૯૯૨ ના રોજ નિયુકત કરવામાં આવ્યા યુવાન વય કઈક કરી બતાવવાની ઝંખના અને શિક્ષણ પ્રત્યેની તેમની આગવી સૂઝ બાળકો પ્રત્યેનો પ્રેમ ઉત્સાહ અને ખંત તેમજ સેવાનિષ્ઠાતાનો સ્વાભાવ આ કારણે આ શાળા સફળતાના નવા ચઢાણ ચડતી ગઈ તેમની આ કાર્યદક્ષતા સોસાયટીના સભ્યશ્રીઓ તથા સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી થી છાની ન હતી સોસાયટીના સદસ્યો તથા જનરલ સેક્રેટરી સાહેબશ્રીને એમ.એન્ડ.પી. હાઈસ્કૂલના સળગતા પ્રશ્નનો વિકલ્પ બુરહાની ઈગ્લીશ માધ્યમના વડા શ્રી ડી.કે. પટેલ માં દેખાયો અને તેમણે એક અખતરા રૂપે તા. ૧/૧૧/૧૯૯૯૮ ના રોજ  શાળાના ચોથા વડા તપીકે શાળાની ધૂરા શ્રી ડી. કે. પટેલના હાથમાં સોંપવામાં આવી. શાળાના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી શ્રી ડી.કે. પટેલે શાળા સાથે જોડાયેલા જીવંત અને જડ તમામ પાસાઓને પોતાના અનુભવ રૂપી “ઔષધી” આપવાની શરૂઆત કરી એ અરસાના અનુભવી અને વડિલ શિક્ષણ મિત્રો-વહીવટી કર્મ - ચારી ગણ અને સેવા માટે ખડે પગે રહેનાર બિનશૈક્ષણિક કર્મચારીગણ અને એના ઉપરની છત્રછાયા - સંસ્થાના હિતચિંતક - સંસ્થાજ પોતાનું સર્વસ્વ- છે એમ માનનાર શ્રી નજમુદ્દીનભાઈ ગાંગરડીવાલા જેવી ઉત્તમ અને અનુભવી તેમજ અભ્યાસું અને ચિંતક સેવાનિષ્ઠા હસ્તીઓ હતી જો એકમાત્ર કામલેવાની અનોખી કળાનો કસબ અજમાવવામાં આવે તો નાનકડા વૃક્ષને વટવૃક્ષમાં ફેરવી શકાય.

આ બાબત સંસ્થાના વડા શ્રી ડી.કે.પટેલ થી છાની ન હતી પણ તેના માટે સમય અને ખૂટતા શિક્ષકોની ઘટ પુર્ણ કરવાની હતી શ્રી ડી.કે. પટેલે આ બાબતમા નાનીવયે પણ માત્રપોતાની કોઠાસુઝ અને અનુભવના આધારે કરવાની ટેવના બંધાણી હોવાથી ધટતા સ્ટાફમાં નવા અને ગરમ લોહીને સ્થાન આપવાનું નક્કી કર્યુ પસંદગી થોડી વિપરીત હતી પણ આતો લુણાવાડા તાલુકો અને એમાંય જગતના તાતનું સંતાન ગભરાય એવું એકપણ ચિન્હ નહી અને પોતાની સૂઝને પ્રાધાન્ય આપી યુવાન શિક્ષકો, સંસ્થાને લાંબા સમય સુધી સેવાઓ આપી શકે એ પસંદ કર્યા. જેમાં શ્રી પી.એમ.પટેલ, શ્રી કે.આર.ભોકણ, શ્રી પી. પી. પટેલ, શ્રી પી.યુ. ડાંગર, શ્રી વી.જે.પટેલ, શ્રીમતી એન.પી. પટેલ, શ્રી  જી.કે.પટેલ, શ્રી આર.એસ.ઉપાધ્યાય શ્રી જે.આર.પટેલ, શ્રી વી.એસ. પાંડોર, શ્રી એચ.બી. પટેલ, શ્રી બી. જે. આહુજા, શ્રી પી.એસ. કાપડીયા, શ્રી પી.પી. પંચાલ, શ્રીમતી એમ. કા. બામણ, શ્રી ડી. ડી. રાઠોડ, શ્રી એસ. એમ. ચૌહાણ, શ્રી ડી.જે. પરમાર, તથા શ્રીમતિ એલ.એમ. ઝાલા, શ્રી એસ.એસ.સૈયદ, શ્રી બી.એસ.પટેલ, શ્રી આર.એલ. બાકલ્યા, શ્રી ડી. કે. ભોઈ, શ્રીમતિ એન. ડી. જોષી, શ્રીમતિ વી.એસ. માછી જેવું યુવાન લોહી જેમને પોતાના માટે અને સંસ્થાના માટે કઈક કરી છુટવાની ખેવના હતી આ ઉપરાંત સદાય હસતા વહીવટી કર્મચારી શ્રી એહમદભાઈ મલેક, સેવકભાઈ શ્રી એ.એસ.કાપસે, શ્રી એન.એમ.નિનામા શ્રી ડી.એમ.ભાભોર, શ્રી એલ.એસ. મનાત આવા યુવા સૈનિકોને પોતાની સુઝ અને અનુભવ અનુસાર દોરવણી આપી શરૂઆત કરી શાળાની સમૃધ્ધતાની મિત્રો ! જે લશ્કરનો સેનાપતિ બાહોશ - હોશિયાર અને નીડર હોય અને નીડર હોય અને લશ્કરના લાશ્કરો તેમના નેતાના બોલ ઉપર પ્રાણ આપવા પણ તૈયાર હોય એવું લશ્કર કઈ સિધ્ધિ ન મેળવી શકે ? આવા કુશળ સેનાપતિ શ્રી ડી. કે. પટેલ ની રાહબરીમાં આ યુવાન મંડળીએ કેસરીયા વાઘા બાંધી શાળાને અન્ય શાળાઓની સ્પર્ધામાં મૂકવા કમર કસી જેના માટે જરૂરી “ઔષધિ” શાળાના વડા પાસેથી મળી રહેતી અનુભવી અને જૂના શિક્ષકોના માર્ગદર્શન અને ખભેખભા મિલાવી નવા લોહીએ આચાર્ય શ્રી ની સૂચના અને માર્ગદર્શન અનુસાર વાલી સંપર્કો કર્યા જેનાથી શાળા મૃતઃપાય થવા આવી તે ધીમે ધીમે ધબકવા લાગી શાળારૂપી બગીચો પાછો બાળકો રૂપી કળીઓ અને ફુલથી મહેકવા લાગ્યો વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી સંખ્યા વધ્યા પછી શરૂઆત કરવામાં આવી હતી આ સંખ્યાનું જતન અને સંવર્ધન કરવાની આ માટે શાળાના તમામ શિક્ષકમિત્રો એ શાળાના આચાર્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન થી પોતાના સ્કૂલ સમય સિવાયના સમય માં ફરજીયાત ધો. ૧૦ ના ફ્રી કોચીંગ કલાસ શરૂ કર્યા વિદ્યાર્થીઓની પ્રગતિ અને શાળાનું નામ ગુંજતું કરવા પોતાની તમામ શક્તિઓ કામે લગાડી આ શક્તિઓની સુવાસ અન્યત્ર ફેલાવા લાગી આવા અથોગ પરિશ્રમના પરિણામે પાંચ જ વર્ષમાં આવી ધગશવાળી મંડળીએ એક નાના વડ જેવી શાળાને એક વિશાળ વટવૃક્ષ સમાન બનાવી દીધી ચોથા વડા તરીકે નિમણૂંક વખતની ધોરણ ૮ થી ૧૨ ની કુલ વિદ્યાર્થી સંખ્યા ૩૨૩ ની હતી જે આજે વર્તમાનમાં ૧૩૮૨ જેટલી થઈ જવા પામી છે ધો. ૮ ના ૫ (પાંચ), ધો. ૯ ના ૫ (પાંચ) અને ધો. ૧૦ ના ૪ (ચાર) તથા ધો. ૧૧ તથા ૧૨ ના બે-બે વર્ગો ચાલે છે વિદ્યાર્થીઓની સંખ્યા અને રશને જોતા અનુભવી એવા શાળાના વડા અને સોસાયટીના વડાએ આગળથી ધો. ૮ થી ૧૦ ના વધારાના એક -એક વર્ગની મંજુરી માંગેલ છે સાચે જ સોસાયટીના સદસ્યો અને સોસાયટીના વડાએ શ્રી ડી.કે. પટેલ માં જે વિશ્વાસ મૂકયો હતો એ વિશ્વાસ તેમણે સાર્થક કરી બતાવ્યો...વધુ વાંચો...

અગાઉનું   
     
મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | ઉપલબ્ધીઓ | પત્રકો | અમારો સંપર્ક |

© www.mnpdahod.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd.